ડાંગ

20મી માર્ચથી આહવાના ડાંગ દરબારના મેળાનું આયોજન

આહવા ડાંગ જિલ્લાના પરંપરાગત તથા ઐતિહાસિક ડાંગ દરબારનો લોકમેળો મ્હાલવા આવતા પ્રજાજનોની સુવિધા વધારતા, આહવાના એસ.ટી.ડેપો દ્વારા ખાસ વધારાના બસ રૂટ શરૂ કરવાનું આયોજન હાથ ધરાયુ છે. આહવામાં 20થી 24 માર્ચ દરમિયાન આયોજિત ડાંગ દરબારના મેળામાં, જિલ્લા તથા જિલ્લા બહારથી આવતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે, વલસાડના વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા આગોતરું આયોજન હાથ ધરી, વધારાની એક્સ્ટ્રા સર્વિસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી વધારાની બસો તેમજ ક્રૂ, અન્ય ડેપોએથી ફાળવી ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાથી, તેમજ શહેરી વિસ્તારોમાથી ડાંગ દરબારના મેળામાં આવતા મુસાફરોને વધુ સુવિધાઓનો લાભ ઉપલબ્ધ કરાવાશે. આ સેવા સુવિધાનો લાભ લેવા માટે આહવા એસ.ટી.ડેપોના મેનેજર કિશોરભાઈ પરમારે અનુરોધ કર્યો છે. પરમારના જણાવ્યાનુસાર આગામી 20મી માર્ચથી શરૂ થતા આહવાના ડાંગ દરબાર મેળામાં એસ.ટી. ડેપો-આહવા દ્વારા તેના નિયમિત સંચાલનની સાથો સાથ વધારાની એક્સ્ટ્રા સર્વિસ દોડાવી, નિગમના વર્તમાન નિયમોનુસાર ભાડું લઈ સંચાલન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનના સંજોગોને ધ્યાને રાખી નક્કી કરાયા મુજબ વઘઇ, વાંસદા, પિંપરી, કાલિબેલ, વ્યારા તરફનું સંચાલન પેટ્રોલ પંપ, ફોરેસ્ટ નાકા તરફથી, તેમજ શામગહન, સાપુતારા, સોનગઢ, સુબીર તરફનું સંચાલન સાપુતારા નાકા તરફથી હાથ ધરાશે. આ વ્યવસ્થાઓનો લાભ લેવા પણ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button