માંડવી

માંડવીના તડકેશ્વર ગામે મોડી રાત્રે પાર્ક કરેલ ઇકો કારમાં અચાનક લાગી આગ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે મોડી રાત્રે પાર્ક કરેલ ઇકો કારમાં અચાનક લાગી આગ હતી. જેને લઇને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ લીધો હતો. કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ટોલનાકા નજીક એક તબેલામાં પાર્ક કરેલ ઇકો કારમાં અને કચરાના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ સુમિલોન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર ઓફિસર ભાવેશ ગામીત સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસ અગાઉ માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઇવે 48 પર એક કારમાં આગની ઘટના બની હતી. જેને લઇને અફરા તફરી મચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ લીધો હતો. ત્યારે એકાએક વધી ગયેલ આગની ઘટનાને લઇને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button