તાપી

કરંજખેડના યુવકની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામના વખાર ફળિયામાં રહેતા યુવક સંપતકુમાર કિરણ ભાઈ કોંકણીની પદમડુંગરી ગામના વખાર ફળિયામાં જંગલોમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે પોલીસ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં . મળતી માહિતી મુજબ આ સંપત કોકણીને બોલાવી અજાણ્યા શખ્સોએ ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતારતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડોલવણની પોલીસ દ્વારા સંપત કોકણીનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને એમાં કોઝ ઓફ ડેથમાં વેપનનો ઉપયોગ થયો હોવાનું ડોલવણના પીએસઆઇ આર જી વસાવાએ જણાવ્યું હતું અને બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

ગામજનો પાસે જાણવા મળ્યું છે કે મૃતકના પિતાનું કોરોના સમયે મરણ થતાં લાખો રૂપિયા આવ્યા હતા . જે બાબતે પૈસાની લેતી દેતીમાં મડૅર થયું હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે એ જરૂરી બન્યું છે.

ત્રણ શકમંદો પકડી પાડવામાં આવ્યા છે. અને lcb દ્વારા  તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ આહવા – ડાંગ વિસ્તારના હોવાની પ્રાથમિક માહિતીના અહેવાલ છે. હત્યામાં વપરાયેલી બંદુક કોણ લાવ્યું હતું? અને કોની પાસેથી મેળવી હતી? એનું લાયસન્સ હતું કે નહીં? અને કેવી રીતે હત્યા કરવામાં આવી હતી? એની તપાસ હાથ ધરી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button