માંડવી

માંડવી તાલુકાના કાટકુવા ગામના યુવાનની બાઇક લઈ ભાવનગરનો મિત્ર ફરાર થયો

માંડવી તાલુકાના કાટકુવા ગામે રહેતા વસાવા આશિષ ધીરુભાઈની બાઈક પોતાનો જ મિત્ર લઈ સ્ફૂચક્કર થઈ જતાં હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. આશિષભાઈ પોતે ખેતીકામ અને મજૂરી સાથે સંકળાયેલા છે જેવો મહેનતથી પોતાની બાઈક GJ 19 BC 8659 યુનિકોર્ન ગાડી લીધી હતી તેમના જોડે કામે આવેલા વિશાલભાઈ જોડે મિત્રતા થઈ હતી, જેઓ ભાવનગર રહેવાસી છે. મહિનો ઘરે રહીને કામ પર જતાં હતા તેવામાં ચાવી મૂકવાના સ્થળની જાણ હતી.

સવારના ૪ થી ૫ સમયગાળા દરમિયાન બાઈક અને મોબાઈલની ઉઠાંતરી કરી હતી. અચાનક બનેલા આ બનાવથી આશિષભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના દ્વારા પોતાના મિત્રનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સંપર્ક ન થતાં ચોરીની શંકા થઇ ગઇ હતી, જેથી આશિષભાઈ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.

આશિષભાઈના જણાવ્યા અનુસાર ભાવનગર જઈને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમનો મિત્ર વિશાલ ઘણા સમયથી ઘરે આવ્યો નથી તેમના માતા પિતાને આ બાબતની કોઈ જાણ નથી. અચાનક થયેલી​​​​​​​ ચોરીથી આશિષભાઈ હેબતાઈ ગયા છે. પોતે લીધેલી બાઈકની ચોરી થઈ જતાં તેમના પર જાણે આભ તુટી પડ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે. મહિનો ઉપર થઈ જતા બાઈકની કોઈ ભાળ મળી નથી. ચોરી અંગેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Related Articles

Back to top button