માંગરોળરાજનીતિસુરત

તરસાડી ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું

ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે તિરંગા સર્કલનું લોકાર્પણ કરાયું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. આ યોજાયેલ રેલીમાં માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. તરસાડી નગરના અલગ અલગ વિસ્તારોમાં તિરંગા રેલી યોજાઇ હતી ત્યારે રેલીમાં ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજ્યા હતા. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે તિરંગા સર્કલ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે પણ તરસાડી પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તરસાડી નગરના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારે તિરંગા યાત્રામાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા પણ હાજર રહ્યા હતા. યોજાયેલ રેલીમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આવતી કાલે સમગ્ર દેશ 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દેશવાસીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

રેલીમાં વંદે માતરમ્ ભારત માતાકી જય ના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે તરસાડી નગરમાં ભવ્ય તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું ત્યારે યોજાયેલી તિરંગા યાત્રાનું ઠેર ઠેર નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રાની સાથે સાથે તરસાડી નગરમાં બાબા સાહેબ આંબેડકર સર્કળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ સર્કલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે એક ભવ્ય તિરોંગો લહેરાવવામાં આવ્યો હતો,આજ રોજ આંબેડકર સર્કલ ખાતે વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાતા તરસાડી નગરની શાનમાં વધારો થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button