ગુજરાતનર્મદા

લોકસભામાં ભાજપ સામે ભાજપથી અસંતુષ્ટ જુથ ઉમેદવારી કરે તેવી શક્યતા

  • ભાજપે સસ્પેન્ડ કરેલ સભ્યો ભેગા થઇ ભ્રષ્ટાચારની પોલ ખોલશે

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નાંદોદ બેઠક પરથી ભાજપના પૂર્વે નેતા હર્ષદ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવતા તેમના સમર્થન માં આવનાર અને પાર્ટી વિરોધી કામ કરનાર કેટલા સભ્યો આગેવાનો ને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જોકે ભાજપ વર્ષિસ ભાજપ બની ગયેલી ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ 25 હજારથી વધુ મતે વિજયી બન્યા હતા. અને ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણી લડનાર પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને 36 હજાર જેટલાં મત મળ્યા હતા.

વિધાનસભાની ચુંટણી બાદ સુસુપ્ત બનેલા મુળ ભાજપના અપક્ષ જુથની 8 મહિના બાદ ફરી રાજપીપળા નજીક રેવા રિસોર્ટ ખાતે બેઠક મળી હતી. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતી મોર્ચાના પુર્વ પ્રમુખ હર્ષદ વસાવા, નર્મદા ભાજપના પુર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ભાજપના પુર્વ મહામંત્રી જયંતિ તડવી, કંચન તડવી, સહકારી આગેવાનો સુનિલ પટેલ, દિનેશ બારીયા, બાળ આયોગના પુર્વ ચેરમેન ભારતીબેન તડવી, સહિત વિવિધ સમાજનાં આગેવાનો સહિતના કોંગ્રેસ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં નર્મદા જિલ્લામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે આ અપક્ષ જુથ જિલ્લા કલેક્ટર ને આવેદન આપશે સાથે ઘરે ઘરે જઈ લોકોને જાગૃત કરશે એવુ નક્કી થયુ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ માંથી છુટા પડેલા અસંતુષ્ટ અપક્ષ જુથના લોકોની આ મીટીંગ ઘણું બધું કહી જાય છે. એક તરફ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.

તો બીજી બાજુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2024 ની લોકસભા ચુંટણીને લઈને આ અપક્ષ જુથ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું છે. આ અપક્ષ જુથ સક્રીય થતા નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.આગામી સમયમાં આ અપક્ષ જુથ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય છે કે પછી રાજકીય પાર્ટીને ટેકો જાહેર કરે છે એની પર સૌની નજર છે. પંરતુ જો આ અપક્ષ જૂથ સક્રિય બને અને ફરી ભાજપ સામે ઉમેવાર મૂકે તો પણ છોટાઉદેપુ કે ભરૂચ લોક સભામાં ચૂંટણી ભાજપ વર્ષિસ ભાજપ બની જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button