બારડોલી

બારડોલીના ટીંબરવા ગામની સ્વ સહાય જૂથના 21 મહિલાના નામે 7 લાખ રૂપિયાની ઠગાઈ

રૂ. 7 લાખની લોનના હપ્તા બે માસથી ન ભરતા કંપનીની નોટિસ

બારડોલી તાલુકાના ટીંબરવા ગામની એક મહિલા દ્વારા ગામની 21 જેટલી આદિવાસી મહિલાઓ સાથે ભેગા મળી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી અંદાજિત 7 લાખથી વધુની ગૃપ લોન મેળવ્યા બાદ ગૃપ લોનના હપ્તાની ચૂકવણી બાબતે સમસ્યા ઊભી થતાં ગૃપમાં લોન લેનાર 21 મહિલાને ફાઈનાન્સ કંપની દ્વારા નોટિસ ફટકારાતા ગામની મહિલાએ તેમની સાથે છેતરપિંડીની કરી હોવાની અરજી બારડોલી પોલીસ સ્ટે્શનમાં કરતાં ચકચાર મચી ગઈ હતી.

બારડોલી તાલુકાના ટીંમ્બરવા ગામે રહેતી આશાબહેન નામની એક મહિલા દ્વારા ગામના હળપતિવાસમાં રહેતી 21 જેટલી મહિલાઓને ગૃપ લોન અપાવાની વાત કરી બારડોલીના શાસ્ત્રી રોડ પર આવેલ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લઈ જવામાં આવી હતી. જ્યાં 21 જેટલી મહિલાઓના નામે અંદાજિત 7 લાખથી વધુની ગૃપ લોન લીધી હતી. આ ગૃપ લોનના રૂપિયા આશાબહેન દ્વારા છેલ્લા બે માસથી ભરવામાં આવતાં ન હતાં. જેને લઈ ગત 2-3-2024ના રોજ ખાનગી ફાઈનાન્સ કંપનીના માણસોએ જેમના નામે ગૃપ લોન લેવામાં આવી હતી. તેવી 21 જેટલી મહિલાઓને રૂબરૂ ઘરે જઈ લોનના હપ્તા ભરવા માટે નોટિસ ફટકારતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અંદાજિત 7 લાખથી વધુની રકમની લોન હોય અને આદિવાસી મહિલાને નોટિસ મળતાં ખેત મજૂરી કરતી મહિલાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જેથી 21 મહિલાઓએ બારડોલી રૂલર પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે આશાબહેન તેમજ તેન રહેતા મહેન્દ્રભાઈ અને ફાઈનાન્સ કંપનીના એજન્ટ અથવા પ્રિતેશભાઈ સાથે ભેગા મળીને બે માસથી બેંકના હપ્તા નહીં ભરી છેતરપિંડી કરી હતી. જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button