તાપી

GSRTCની સોનગઢથી વડોદરા જતી બસે વ્યારા તરફ જતાં સર્વિસ રોડ પાસે પોહચતા જ દમ તોડયો

સલામતી સવારીની ભંણગા ફુંકતા ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસે ભંગાર બસોનો ભંડાર

  • અત્યાધુનિક બસો હોવા છતાં ભંગાર બસો કેમ કોર્પોરેશન ડેપોમાં આપે છે?
  • શું ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આદિવાસી વિસ્તારમાં જ આવી બસો આપે છે?

સોનગઢ ડેપો દ્વારા લાંબા અંતરના રૂટ પર પણ ભંગાર અને કંડમ થઈ ગયેલી એસ.ટીની બસો મૂકવામાં આવે છે.  જેથી આવી બસો રસ્તામાં જ અટકી પડે છે અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોનગઢ ડેપોમાં હાજર એસ.ટી બસોનું યોગ્ય મેન્ટનન્સનું કામ સમયસર કરવામાં ન આવતું હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉભી થઈ છે. એસ.ટી બસના ડ્રાઈવર કંડકટરોને આવી જ ખોટકાયેલી બસો ફાળવી દેવામાં આવતી હોવાથી આવી બસો રસ્તામાં જ પોતાની દુકાન માંડતી હોય છે જેથી બસમાં બેસેલા મુસાફરોને રસ્તાની વચ્ચે ઉભા રહી અન્ય બસ કે ખાનગી વાહન ની રાહ જોવી પડતી હોય છે.

  • ડેપો મેનેજરોને બસોની હાલત ખબર હોવા છતાં ટ્રીપ માટે કેમ મોકલવામાં આવે છે?
  • મુસાફરીના પૈસા આપે છે છતાં ગમે ત્યાં બસ ખરાબ થવાથી હેરાન પરેશાન થતાં મુસાફરો?

તાજેતરમાં સોનગઢથી વડોદરા જતી એસ.ટી નિગમની એક બસ વ્યારા તરફ જતાં સર્વિસ રોડ પાસે ખોટકાઈ ગઈ હતી અને તેના ગેર જ બદલાતાં ન હોય રસ્તા વચ્ચે જ ઉભી થઇ ગઇ હતી. બાદમાં મુસાફરો મુશ્કેલી વેઠી અન્ય બસમાં બેસી ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતાં. આ કિસ્સામાં એસ.ટી નિગમનો સોનગઢ ડેપોનો વહીવટ કેવો ચાલે છે એ ઉજાગર થયું હતું. સોનગઢ ડેપોમાં આમ પણ અગાઉથી જ ભંગાર બસ નો ખડકલો છે અને તેમાં વળી બસો નું સમયસર મેન્ટનન્સ કામ પણ થતું ન હોય સલામત સવારી રસ્તામાં ઉતારી સૂત્ર સાર્થક થતું હોવાનો બળાપો મુસાફરોએ ઠાલવ્યો હતો. સોનગઢ ડેપો મેનેજર વડોદરા જેવા લાંબા રૂટ પર પણ આવી ભંગાર બસ ફાળવે છે ત્યારે અંદરના ગામડાંમાં કેવી બસ જતી હશે એ વિચારવું રહ્યું એવું મુસાફરોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button