નર્મદા

સાગબારાના દેવમોગરા ગામે બે પરિવાર વચ્ચે છૂટાહાથની મારા મારી

જમીન બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા સાગબારા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધાયો

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં ખેતરના ભાગ બાબતે 16 જેટલા ઈસમોએ એક પરિવાર હુમલો કરી તેમજ તેમની દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં રાયોટીંગનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા તાલુકાના દેવમોગરા ગામે ખેતરમાં ભાગની બાબતે એક પરિવાર ઉપર ગામના 16 જેટલા ઈસમો દ્વારા હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રામસિંગ વસાવા, મંદા પ્રતાપ વસાવા, વનીતા પ્રતાપ વસાવા, સખારામ વસાવા, વિનોદ તુલીયા વસાવા, તુલીયા વસાવા, દેવા સીંગા વસાવા માનસિંગ ઈરીયા વસાવા, જયસિંગ જલમ્યા વસાવા, આનુ વસાવા, પ્રતાપભાઈ રામસિંગભાઈ વસાવાના બે દીકરા અને બે જમાઈઓ (જેઓના નામ જણાઈ આવેલ નથી) તેમજ વિનોદભાઈ તુલીયાભાઈ વસાવાની પત્ની (તેના પણ નામ જણાઈ આવેલ નથી.)

આ તમામ આરોપીઓ અને દંડા લઈ દેવમોગરાના ફરિયાદી પ્રભુદાસ કનુ વસાવાની કોલ્ડ્રીંક્સ કરિયાણાની દુકાન ઉપર જઈને, દેવમોગરા ગામની સીમમાં આવેલી સર્વે. નં. 36 ખાતા નં. 116 જામીન ગામતળની છે, એમાં તમારો ભાગ નથી એક કહી અપશબ્દો બોલી ઝઘડો કરી ફરિયાદી પ્રભુદાસ વસાવાને આરોપી પ્રતાપ વસાવાએ તમાચો મારી દીધો હતો. આ ઝઘડામાં બીજા આરોપીઓના ટોળાએ ફરિયાદી દીકરા અંકિત તેમજ દીકરી અનિતા અને યોગિતાને દંડા અને મુક્કા અને લાતો વડે મૂઢમાર માર્યો હતો. બંને પરિવાર વચ્ચે છૂટાહાથની મારા મારી થઈ હતી.

ત્યાર બાદ તમામ આરોપીઓએ ફરિયાદીની કરિયાણા કોલ્ડ્રીંક્સની દુકાન ઉપર પથ્થર મારી તેમજ દુકાનમાં મુકેલ ફ્રીઝ અને સામાનની તોડફોડ કરી હતી. જતાં જતાં આરોપીઓએ ફરિયાદી અને પરિવારજનોને આજે તો બચી ગયા પણ જો તમે લોકોએ આ ખેતર સાફ કરી ખેડવાની કોશિશ કરી તો બધાને જાનથી મારી નાખશું કહી દુકાન સળગાવી દેવાની ધમકી આપી હતી. જેથી આ ઘટના બાબતે ફરિયાદી તમામ આરોપીઓ વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, રાયોટિંગ તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Back to top button