માંડવીશિક્ષણ

માંડવી તાલુકાના પાતલ ક્લસ્ટરમાં કલા ઉત્સવ વાર્તા સ્પર્ધા યોજાઈ

જીસીઆરટી ગાંધીનગર ડાયેટ સુરત બીઆરસી માંડવી તથા શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જી-20 વસુધૈવ કુટુમ્બકમ વન ર્થ વન ફેમીલી, વન નેચરની થીમ મુજબ પાતલ ક્લસ્ટરમાં સમાવિષ્ટ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ધોરણ 1, 2 વાર્તાકથન, ધોરણ 3થી 5 વાર્તા કથન, ધોરણ 6થી 8 વર્તા નિર્માણ તથા ચિત્રકલા, સંગીત ગાયનવાદન, બાળકવિ જેવી સાત પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં,

1.વર્તાકથનમાં ચુડેલ શાળા મયુરિકાબહેન, પાતલ મુખ્ય શાળાના ધ્રુવીબહેન

2.વાર્તા નિર્માણમાં હેત્વીબહેન

3.ચિત્ર સ્પર્ધામાં દેવીકાબહેન

4.સંગીતવાદન બાળ કવિમાં આર્યનભાઈ, સંધ્યાનબહેન અને

5.વર્તામાં ફળી શાળાના તેજસ્વીબહેન પ્રથમ ક્રમે આવ્યા કુલ 40 બાળકોએ ભાગ લીધો હતો. નિર્ણાયકની સુંદર કામગીરી શાળાનો સ્ટાફ, એસએમસીના સભ્યોએ કાર્યક્રમાં હાજરી આપી પ્રોત્સાહિત કર્યા હતાં. પાતલ ક્લસ્ટરના સીઆરસીકોઓ વજીરભાઈ ચૌધરીએ સમગ્ર કાર્યક્રમનુંસંચાલન કરી પ્રમાણપત્રો એનાયત કર્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button