માંડવી

માંડવીના રહેણાંક વિસ્તારમાં 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરમાં ઘૂસ્યો

"અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં કેમ આવી જાઈ છે?" વન વિભાગ સામે પ્રજાજનોના અનેક સવાલ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો. 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો પ્રવેશ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. આ અંગે વનવિભાગને પણ લોકો દ્વારા જાણ કરવામાં આવી છે.

સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં છાશવારે દીપડો દેખાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે. ત્યારે વધુ એક વખત માંડવીમાં દીપડો દેખાયો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો. રાત્રીના સમયે 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનીના બનાવ સામે આવ્યો નથી. અત્યાર સુધી ખેતી અને જંગલીય વિસ્તારો તો ઠીક પરંતુ હવે રહેણાક વિસ્તારમાં પણ દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

દીપડાની લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે દીપડો ત્યાં આંટાફેરા મારી રહ્યો છે. દીપડાએ દેખાઇ દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. જેથી વન વિભાગે પણ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button