તાપી

વ્યારા સુગરના ખેડૂતોને સારો ભાવ મળે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે

કેમ કે, ભાવ પાડ્યા વિના બે હપ્તા ચૂકવાયા છે

વ્યારા નગર ખાતે આવેલ સુગર ફેક્ટરીમાં ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળે તે માટે વ્યારા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મળતી માહિતી મુજબ વ્યારા ખાતે કોંગ્રેસ આગેવાનોએ અધિક કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વ્યારા સુગર ફેક્ટરી તાપી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. આ વ્યારા સુગર ફેક્ટરી આ વર્ષે ચાલુ કરવામાં આવેલ છે. જે સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ સુગર ફેક્ટરી અને સુગર ફેક્ટરીના વહીવટ કર્તાઓ પર વિશ્વાસ મૂકી આ સુગર ફેક્ટરી ખેડૂતોની પોતાની ફેક્ટરી સમજીને ઘણા ખેડૂતોએ સુગર ફેક્ટરીમાં શેરડી આપવામાં આવેલ છે. ખેડૂતોને પોષણસમ અને સારા ભાવ મળે તેના માટે આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટી આશા અપેક્ષાઓ રાખી સુગર ફેક્ટરીમાં શેરડી આપવાનું ચાલુ કરેલ છે. પરંતુ, આજુબાજુની તમામ સુગર ફેક્ટરીઓએ શેરડીના ટન દીઠ સારા ભાવ પાડવામાં આવેલ છે. પરંતુ વ્યારા સુગર ફેક્ટરીએ આજ સુધી શેરડીના ભાવ પાડવામાં આવેલ નથી અને કેટલો ભાવ પાડવામાં આવશે? તેની તમામ ખેડૂતો ચિંતામાં છે.ખેડૂતો ખૂબ મહેનત કરી શેરડી પકવે છે. ત્યારે ખેડૂતોને સારો ભાવ મળે તેવી માંગણી થઈ રહી છે અને ખેડૂતોને પ્રથમ હપ્તો 1000 રૂપિયા અને બીજો હપ્તો 800 પ્રમાણે ચૂકવવામાં આવેલ છે. ત્યારે શેરડીનો પાડેલ ભાવ બીજી સુગર ફેક્ટરીઓને ધ્યાનમાં લઈ વ્યારા સુગર ફેક્ટરીમાં પણ પોષણક્ષમ ભાવ પાડવામાં આવે એવી તાપી જિલ્લાના ખેડૂતોની પણ માંગણી છે. ત્યારે વ્યારા સુગર ફેક્ટરી બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે એવી ખેડૂતો અને આગેવાનોની માંગણી છે.

Related Articles

Back to top button