નર્મદા

દત્તવાડા પાસેથી ખેરના લાકડા ભરીને જતી પિકઅપ ઝડપાઈ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દતવાડા ગામ પાસેથી સાગબારા વન વિભાગે ખેરના લાકડા ભરીને જતી પિકઅપ ગાડીને ઝડપી પાડી પરંતુ અંધારાનો લાભ લઇ લાકડા ચોર ભાગી જવામાં સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગે એક અઠવાડિયામાં આ બીજી પિકઅપ ગાડી ઝડપી પાડી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ રાજપીપલાના દોરવણી અને માર્ગદર્શન મુજબ જંગલ ચોરીના લાકડા વાહતુક થવાના ગુપ્ત બાતમીના આધારે વી.જી.બારીયા આર.એફ.ઓ. સાગબારા તથા એ.એસ.બારીયા ઈ.ચા.રાઉન્ડ ફોરસ્ટ સાગબારા એ.બી.ભીલ તથા રેંજનો સ્ટાફ તથા રોજમદારો સાથે નાઈટ પેટ્રોલિંગ હતા. તે દરમિયાન રોઝદેવ તરફથી એક પિકઅપ ગાડી આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં પરિસ્થિતિ પામી ગયેલા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે હંકારી મૂક્યું હતું. વાહન ઉભુ ના રાખતા વન વિભાગના કર્મચારીઓએએ વાહનનો ફિલ્મી ઢબે પીછો કરતા દતવાડા ગામ પાસે પોતાનું પીકઅપ વાહન ચાલક પીકઅપ ઉભી કરી અંધારાનો લાભ લઈ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.

Related Articles

Back to top button