ડાંગ

ડાંગના જામલાપાડામાં કાર સાથે પિકઅપ વાન ભટકાઇ અને સર્જાયો અકસ્માત

ડાંગનાં વઘઈ તાલુકાનાં જામલાપાડા ગામમાં વઘઈ સાપુતારા રોડ પર અજાણ્યા પિકઅપ ગાડી ચાલકે બ્રીઝા કારને ટક્કર મારી દેતા સુરતની એક મહિલાને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરનાં દિલીપ મનહર કાકડીયા (રહે.બી -1,301,સ્તુતિ એપાર્ટમેન્ટ ,અડાજણ ,સુરત શહેર) સુરતથી તેમની પત્ની ચંદ્રિકા સાથે બ્રેઝા ગાડી નં. GJ-05-RQ-2300 લઇને સાપુતારા ફરવા તેમજ કામ અર્થે જઈ રહ્યા હતા. તે વખતે વઘઇ થઇ સાપુતારા તરફ જતા હતા. તે વેળાએ જામલાપાડા ગામથી આગળ જતા વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા.

ત્યારે સાપુતારા તરફથી એક પીકઅપ ગાડીના ચાલક જેનો રજી. નં.GJ-19-X-5407 પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમા હંકારી લાવતા બ્રેઝા કારની આગળ ચાલતી એક ફોર વ્હીલ ગાડીને ટક્કર મારી દીધી હતી અને બ્રેઝા કારને રોંગ સાઇડમા ડાબી બાજુ ટક્કર મારતા પત્ની ચંદ્રિકાને કપાળનાં ભાગે ઇજા પહોંચી હતી. જોકે પિકઅપ ચાલક નાસી છૂટયો હતો. જે બાદ તેમને સારવાર માટે વઘઇ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બનાવ બાબતે વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button