સુરત

કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર નવાપરા પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલી રીક્ષા ગટરમાં ખાબકી

સુરતના કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર નવાપરા પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલી રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી જતા રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને રાહદારીઓએ રીક્ષાચાલકને ગટરમાંથી બહાર કાઢ્યો હતો.

સુરત જિલ્લામાં પસાર થતા કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર એક રીક્ષાચાલક નવાપુરાથી રીક્ષા રોંગ સાઈડમાં હંકારી આવી રહ્યો હતો. તે દરમિયાન રીક્ષાચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રીક્ષા સીધી ગટરમાં ખાબકી હતી. જેને લઇને રસ્તા પર પસાર થતા રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને ગટરમાં ફસાઈ ગયેલા રીક્ષાચાલકને બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર ન મળતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Back to top button