તાપી

વ્યારા ખાતે કોર્ટ સંકુલમાં બંધારણ વિષય ઉપર સેમિનારનું આયોજન કરાયું

26 મી નવેમ્બર ભારતનો સંવિધાન દિવસ ની ઉજવણી નિમિતે તાપી જિલ્લામાં સરકારી અને અર્ધ સરકારી સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યકમો યોજાયા.


વ્યારા કોર્ટ ખાતે સવારે 10 કલાકે કોન્ફરન્સ હોલમાં તાપી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ભારતના બંધારણ વિષય ઉપર સેમિનારનું આયોજન કર્યુ હતું.

જેનું ઉદ્દઘાટન સેમિનારના અધ્યક્ષ એવા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એન.બી.પીઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં વક્તા તરીકે વકીલ કે.કે. પઠાણ અને વકીલ એસ.એસ.આમ્રે એ ભારતના બંધારણની જોગવાઈઓ, નાગરિકોના હક્કો, ફરજો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ઈન્ચાર્જ સરકારી વકીલ સમીર પંચોલી તથા ઇન્ચાર્જ એજીપી રમેશ ચૌહાણે સેમિનાર માટે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button