ડાંગરાજનીતિ

ડાંગમાં જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં સભ્યોની વરણી થતા હોદ્દેદારોમાં આનંદની લાગણી

ડાંગ જિલ્લા પંચાયત સહિત 3 તા.પં.માં વિવિધ સમિતિની સર્વાનુમતે રચના

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લા પંચાયત સહિત ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારીની અગાઉ સર્વાનુમતે વરણી થઇ હતી. ડાંગ જિલ્લા પંચાયત સહિત ત્રણેય તાલુકા પંચાયતમાં ફરી વાર ભાજપાનો ભગવો લહેરાયો છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ વિવિધ સમિતિની રચના બાકી હતી. મંગળવારે ડાંગ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં પ્રમુખ નિર્મળાબેન સુભાષભાઈ ગાવીતની અધ્યક્ષતામાં વિવિધ સમિતિનાં સભ્યોની વરણી માટે સામાન્ય સભા યોજાઈ હતી.

સામાન્ય સભામાં સર્વાનુમતે સમિતિની રચના કરી હતી, જેમાં કારોબારી સમિતિ માટે સભ્યો તરીકે નિલેશભાઈ બાગુલ, નિર્મળાબેન ગાઈન, ચંદરભાઈ ગાવિત, સવિતાબેન ભોયે, નિર્મળાબેન જગદીશભાઈ ગામીત, સામાજિક ન્યાય સમિતિમાં સભ્યો તરીકે હરીશભાઈ પોપટભાઈ બચ્છાવ, બીબીબેન રમેશભાઈ ચૌધરી, સારૂબેન વળવી, લાલભાઈ ગાવિત, ભરતભાઈ ભોયે, ખેતીવાડી પશુપાલન, સિંચાઈ સમિતિમાં સભ્યો તરીકે મુરલીભાઈ બાગુલ, નિર્મળાબેન ગામીત, હેતલબેન ચૌધરી, સવિતાબેન ભોયે, ભરતભાઈ ભોયે, શિક્ષણ સમિતિમાં સભ્યો તરીકે નીલમબેન ચૌધરી, મુરલીભાઈ બાગુલ, ભરતભાઈ ભોયે, સારૂબેન વળવી, હરીશભાઈ બચ્છાવ, મંગળભાઈ ગાવિત, મયનાબેન બાગુલ, આરોગ્ય સમિતિમાં સભ્યો તરીકે મયનાબેન બાગુલ, નિર્મળાબેન ગાઈન, મંગળભાઈ ગાવિત ,ભરતભાઈ ભોયે, વિજયભાઈ ચૌધરી, મહિલા બાળ કલ્યાણ સમિતિમાં સભ્યો તરીકે લક્ષ્મીબેન ચૌધરી, બીબીબેન ચૌધરી, મયનાબેન બાગુલ,વિજયભાઈ ચૌધરી, લાલભાઈ ગાવિત, જાહેર બાંધકામ સમિતિમાં સભ્યો તરીકે ચંદરભાઈ સોમાભાઈ ગાવિત, લક્ષ્મીબેન ચૌધરી, નિલેશભાઈ બાગુલ, હેતલબેન ચૌધરી, નિર્મળાબેન ગાઈન,અપીલ સમિતિમાં સભ્યો તરીકે નિર્મળાબેન ગાઈન, ગીતાબેન પટેલ, નીલમબેન ચૌધરી, ચંદરભાઈ ગાવિત, ભરતભાઈ ભોયેની સર્વાનુમતે વરણી થઈ હતી. વઘઇ તા.પંચાયતના હોદ્દેદારો વઘઇ તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિમાં સભ્યો તરીકે દક્ષાબેન સંજયભાઈ બંગાળ, નેહાબેન પટેલ, જશવંતભાઈ સોલંકી, રંજુબેન ગાવિત, સાવિત્રીબેન ગવળી, જ્યારે કારોબારી સમિતીમાં સભ્યો તરીકે વિજયભાઈ ચૌધરી, જ્યારે સુબીર તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિમાં સભ્યો તરીકે સુનિતાબેન પવાર, છગનભાઈ કનસ્યા, સુબનભાઈ ચોર્યા, બુધુભાઈ કામડી, રતિલાલભાઈ રાઉત, સુનિતાબેન બહિરમ,લતાબેન કનવારે, સુમિત્રાબેન હિલીમની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button