ભરૂચ

મનસુખ વસાવાનો વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ, કેટલાક અધિકારીઓની રેતી માફિયાઓ સાથે મીલિભગત

મનસુખ વસાવાએ ફરી એકવાર ભાજપની જ સરકારના વહીવટીતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. ભરૂચથી હાલ સિટીંગ MP અને ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા. વસાવાએ કહ્યુ કે વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓની રેત માફિયાઓ સાથે મીલિભગત છે.

ભરૂચના ઝઘડિયામાં ચાલતા રેતીના વાહનોને લઈ વિપક્ષે નહીં પરંતુ ભાજપના જ નેતાએ વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે. ભરૂચ લોકસભા સીટના ભાજપના ઉમેદવાદ મનસુખ વસાવાએ ઝઘડિયામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોને લઈ વહીવટી તંત્ર ગંભીર આક્ષેપો કર્યા.

મનસુખ વસાવાએ ઉમલ્લા ગામની મુલાકાત સમયે વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કેટલાક અધિકારીઓ રેતી માફીયાઓ સાથે સેટિંગ ધરાવે છે. રેતીના ઓવરલોડ વાહનોમાં DDO, TDO, RTO, ભુસ્તર વિભાગ, પોલીસ સહિત તમામ અધિકારીઓની મીલિભગત છે. આ બાબતે કલેક્ટરને જાણ પણ કરવામાં આવી હતી. છતાં કલેક્ટરે કોઈ પગલા ના લીધા. વસાવાએ વધુમાં કહ્યું કે, ઓવરલોડ વાહન બંધ નહીં થાય તો જન આંદોલન કરવામાં આવશે.

જો કે આ પહેલીવાર નથી આ અગાઉ પણ મનસુખ વસાવા ગુજરાતમાં દારૂબંધી મુદ્દે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત મુદ્દે અને રેત ચોરી અંગે અનેકવાર પોતાની જ સરકારના વહીવટી વિભાગ સામે સવાલ ઉઠાવી ચુક્યા છે.

Related Articles

Back to top button