કામરેજ ગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકરાજ્યસુરત

વરસાદના તાંડવ: ઘલા ગામે આવેલા નાના માછીવાડ ખાતે રહેતા શ્રમજીવી પરિવારનું મકાન તૂટ્યું

શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો: ઘરમાં સૂતેલા પરિવારનો આબાદ બચાવ થયો

ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે જ તાંડવ કરતાં તેનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે. વરસાદી મોસમના વરસેલા વરસાદના આંકડા જોતા સુરત જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. જેના એક નવી કિસ્સો કામરેજ વિસ્તારમાં દિવાલ, મકાનો સહિત ઘરના પતરા તૂટી જવાની ઘટના બનવા પામી છે.

વરસાદના તાંડવને પગલે કામરેજના ઘલા ગામે આવેલા નાના માછીવાડ ખાતે રહેતા શ્રમજીવી પરિવારનું મકાન તૂટી પડવાની ઘટના બની હતી. ઘલા ગામના નાના માછીવાડ ખાતે રહેતા પુષ્પાબેન દુર્લભભાઈ પટેલના પરિવારમાં પુષ્પાબેન ઘર કામ અને મજૂરી કરે છે. પુત્ર પુનિત સુરત ખાતે હિરા ઘસવાના કારખાનાઓમાં મજૂરી કરે છે તેમજ પુત્રી પાયલ કોલેજમાં અભ્યાસ કરે છે. સંજોગોવશાત પુષ્પાબેન પુત્ર પુનિત અને પુત્રી પાયલ સાથે તેમના પતિથી અલગ રહી વતન ઘલા ગામ ખાતે વસવાટ કરે છે. ગતરોજ રાત્રિના અઢી વાગ્યા આસપાસ પુષ્પાબેન પરિવાર સહ ઘરમાં સુતા હતા. ત્યારે વરસતા વરસાદમાં પુત્ર પુનિત પેશાબ કરવા માટે ઉઠતા તેણે ઘરની દિવાલ તૂટવા લાગતા તેણે માતા પુષ્પાબેન અને બેન પાયલને જગાડી ઘરમાંથી સલામત જગ્યાએ લઈ ગયો હતો. વરસાદના પગલે શ્રમજીવી પરિવારનું આશ્રય સ્થાનની દિવાલ તૂટીને ધરાશાયી થતા પુષ્પાબેનનો પરિવાર મુસીબતમાં આવી પડ્યો છે.

સમય સૂચકતાને ધ્યાને લઈને ઘરમાં સૂતેલા પરિવારનો આબાદ બચાવ થયો
સુરત ખાતે હિરા મજૂરી કરતા પુષ્પાબેનના પુત્ર પુનિત પટેલે જણાવ્યું હતું કે, રાત્રિના અઢી વાગ્યા આસપાસ પુનિત પેશાબ કરવા માટે જાગ્યો હતો. ત્યારે ઘરની દિવાલ ધરાશાયી થતા નજરે પડી હતી. જેથી ઝડપથી માતા અને બહેનને જગાડી ઘરની બહાર લઈ ગયો હતો. દિવાલ પડવાની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અમારો પરિવાર ઘરમાં દિવાલ નજીક જ સૂતો હતો, પરંતુ સદનશીબે અમે બચી ગયા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button