માંગરોળ

મોસાલી બજારમાં અનાજ કરિયાણાની દુકાનમાં સામાન સહિત રૂ.40 હજારની ચોરી

માંગરોળ તાલુકાના મોસાલી ગામે અનાજ કરિયાણાની દુકાનના પાછળના ભાગે આવેલ બારીમાંથી ચોર ઈસમે પ્રવેશ કરી રોકડ રકમ અને સામાન સહિત ₹40,000થી વધુની મતાની ચોરી કરતા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. તાલુકા મથક માંગરોળ પોલીસ સ્ટેશન નજીક ચોરીની ઘટના બનતા તસ્કર ચોર ટોળકી પોલીસને પડકારી રહી હોય તેવું મનાઈ રહ્યું છે.

મોસાલી ગામના મુખ્ય બજારમાં આવેલ જલારામ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાનને રાત્રી દરમિયાન ચોર ઈસમે નિશાન બનાવી હતી. આજે સવારે દુકાનદારે દુકાન ખોલતા દુકાનના પાછળના ભાગે 12 ફૂટ ઊંચે હવા ઉજાસ માટે મૂકેલી બારી તૂટેલી હાલતમાં હતી. જેથી દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું. ત્યારબાદ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરતો દેખાઈ રહ્યો હતો.

ઇસમે દુકાનના ગલ્લામાં મુકેલ 10,000થી વધુની રોકડ તેમજ બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા 23,000 અન્ય સામાન બીડી, સિગરેટ, માવા, વગેરે મળી કુલ 40,000થી વધુની ચોરી કરી હતી. જેથી દુકાનદાર ચિરાગકુમાર જશવંતલાલ મોદીએ ચોરીની ઘટના અંગે માંગરોળ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. આ ચોરીના ગુના સંદર્ભમાં દુકાનદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button