ડાંગ

ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઝરમર કમોસમી વરસાદ વરસ્યો

ડાંગ જિલ્લામાં દિવાળીની શરૂઆત ઝરમર કમોસમી વરસાદથી ડાંગમાં છેલ્લા પંદરેક દિવસથી રાત્રે ઠંડી તેમજ બપોરે ગરમી અનુભવાય રહી હતી. ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળ છવાયું જોવા મળી રહ્યું હતું. ત્યાર બાદ સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારમાં ઝરમર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે હાલ ડાંગ જિલ્લામાં ચોમાસુ પાકની કાપણી ચાલી રહી છે. વાતાવરમાં આવેલા પલટાને લીધે ખેડૂતો કાપેલા પાકને બચાવવા માટે તડપત્રીનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. ડાંગમાં ડાંગર, વરાઇ, નાગલી, અડદ વગેરે પાકો કરવામાં આવે છે. જે કમોસમી વરસાદથી નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. હાલ ડાંગ જિલ્લામાં શિયાળુ પાકની પણ તૈયરીઓ ચાલી રહી છે. જે કમોસમી વરસાદથી નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button