તાપી

ગડતમાં ત્રણ દિવસનું જે બાળક મળી આવ્યું હતું એના માતા-પિતા માટે પોલીસની ત્રણ જિલ્લામાં તપાસ શરૂ

ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાં ત્રણ દિવસ પહેલા એક નવજાત બાળક મળી આવ્યું હતું. પોલીસ દ્વારા તેને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. હાલ બાળકના માતા-પિતાની તપાસ માટે ડોલવણ પોલીસે તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં તપાસ ચાલુ કરી દીધી છે. બીજી તરફ ડોલવણ ના તમામ સરપંચો અને આશાવર્કરોને પૂછતાછ હાથ ધરી લેવાય છે. જોકે હાલ બાળકનો માતા-પિતાને કોઈ ભાળ મળી ન હતી.

ગત બે દિવસ પહેલા ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાં એક ત્રણ દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું. જે બાળકને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતુ. અને હાલ ડોલવણ પોલીસે આ બાળકને ત્યજી દેનાર માતા-પિતાની શોધ ખોળ હાથ ધરી છે. જેમાં પીએસઆઇ આર.જી વસાવા જણાવ્યું હતું કે બાળકના વાલી વરસ ની શોધખોળ માટે હાલ તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં કામગીરી હાથ ધરી લેવાય છે.

ડોલવણ તાલુકાના તમામ સરપંચોને પૂછતાછ કરવાની કામગીરી હાથ ધરી દેવાય છે અને આશા વર્કરોની યાદી મંગાવી તેમની સાથે પણ વિસ્તારની સગર્ભમાં મહિલાઓની માહિતી લઇ આગળની તપાસ હાથ ધરી દેવાશે હાલ બાળક વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે અને તેની તબિયત સુધારા પર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button