ગુનોનર્મદા

જંગલ જમીનમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

ડેડીયાપાડામાં જંગલ જમીન ભારે ચર્ચાસ્પદ બની

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં જંગલ જમીન મુદ્દો અવારનવાર ચર્ચાસ્પદ બનતો હોય છે. એમ એક બાદ એક જંગલ જમીન બાબતે પોલીસ ચોપડે ગુના દાખલ થઈ રહ્યા છે.સૌથી પહેલા જંગલ જમીન બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા પર ગુનો દાખલ થયો અને તેમના પત્ની સહિત ત્રણને જેલ થઈ. ચૈતર વસાવા હજુ ભૂગર્ભમાં છે.

ત્યાર બાદ તાલુકાનાં મોસ્કુવા ગામમાં જંગલ જમીન બાબતે રાયોટીંગનો ગુનો નોંધાયો. જેમાં સામસામી ફરિયાદ થઈ હતી અને હવે જંગલ જમીન પાસે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો.મળતી માહિતી અનુસાર, ફતેસિંગભાઈ વેસ્તાભાઈ વસાવાએ પોલીસમાં જાણ કર્યા મુજબ આશરે 50થી 55 વર્ષનો કોઈ અજાણ્યો વ્યક્તિનો મૃતદેહ ડેડીયાપાડા તાલુકાના બાબદા ગામની સીમમાં ફતેસિંગભાઈ વસાવાની જંગલ જમીન આવેલી છે. જંગલ જમીનની નજીકમાં આંબાના ઝાડ નીચે આ મૃતદેહ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરતા ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના સમગ્ર ડેડીયાપાડામાં ચર્ચાના વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button