માંડવી

માંડવી તાલુકાના પાતલ (વાડી) વર્ગશાળામાં પ્રવેશ ઉત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

માંડવી તાલુકાના પાતલ (વાડી) વર્ગશાળામાં ભવ્ય ધામધૂમથી પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ, માંડવી તાલુકાના પાતલ વાડી વર્ગશાળામાં પ્રવેશ ઉત્સવ ની ભારે ઉજવણી કરવામાં આવી હતી. પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ પત્યા બાદ શાળાના આચાર્યશ્રી બકુલબાઈ મગનભાઈ ગામીત તેમજ શિક્ષક શ્રી દિલીપભાઈ ચૌધરી ના નેતૃત્વ હેઠળ વાડી વર્ગ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ગામના વડીલો , આગેવાનો, વાલીઓ તેમજ વિદ્યાર્થી ગણ સૌ ભેગા મળી વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જેવા કાર્યક્રમોને વાલી મંડળ તરફથી નિહાળતા શિક્ષકોનો આભાર માન્યો હતો.

Related Articles

Back to top button