મધ્યપ્રદેશ

ટ્રેન અકસ્માતનો ભોગ બનનાર મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના આદીવાસી પરિવાર વડોદરા પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયાં

સારવારમાં આર્થિક પરિસ્થિતી અડચણ રૂપ બનતાં ભારતીય ટ્રાયબલ ટાઈગર સૈનાએ મદદ કરી

મધ્મપ્રદેશના જાંબુઆ જિલ્લાના આદીવાસી ગરીબ પરિવારને ટ્રેન અકસ્માત નડ્યો હતો.જેઓ સારવાર કરાવવા માટે વડોદરા જિલ્લામાં આવ્યાં હતાં. પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આર્થિક પરિસ્થિતીને કારણે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની હોવાથી મુશ્કેલી ઉભી થઈ હતી.અને આદીવાસી પરીવાર તકલીફમાં મુકાય ગયો હતો.પરંતુ આ તમામ ઘટનાની ઝગડીયા તાલુકાના BTTS પ્રમુખ કિરણ વસાવાને થતાં તેઓએ ગુજરાત ભારતીય ટ્રાયબલ ટાયગર સૈનાના ઉપપ્રમુખ ઘનશ્યામ વસાવાને કરાતાં મધ્યપ્રદેશના પરીવારનો સંપર્ક કરી બીટીટીએસ કાર્યકર્તાઓ વસાવા હાર્દિક વસાવા સહીત કિરણ વસાવા અને ધનશ્યામ વસાવાએ હોસ્પિટલમાં એડમિટ કરાવી સારવાર ચાલુ કરાવી હતી.સાથે એસ એસ જી હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર આયરે પણ સહકાર આપ્યો હતો.

વધુમાં બીટીટીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાના નેજા હેઠળ ચાલતું સંગઠન બીટીટીએસ હંમેશા દીન-દુ:ખીયાના મદદે તત્પર રહે છે .અને ખરા અર્થમાં દરેક બાબતે હંમેશા મદદ કરવા તૈયાર હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button