તાપી

પંચાયત સત્તાનો દૂર ઉપયોગ કરતાં સભ્યો: ટ્રક ચાલકને વેલ્દા પંચાયતના સભ્યએ માર માર્યો

નિઝરના કોટલી ગામની સીમમાંથી રેતી લીઝ ઉપરથી રેતી ભરીને જઇ રહેલા ટ્રક ચાલકને કોટલી અને કાવઠા ગામની વચ્ચે અટકાવી વેલ્દા ગ્રામ પંચાયતના સભ્ય અને અન્ય એક ઇસમે અટકાવી ઢીક્ક- મુક્કીનો માર માર્યો હતો. જેથી ઘવાયેલા ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સોનગઢ તાલુકામાં આવેલ બાલઆમારાઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ રડતિયાભાઈ ગામીત ગત રોજ પોતના કબ્જાનું ટ્રક નંબર GJ-26-U-0383 લઈને નિઝર તાલુકાના કોટલી ગામની સીમમાં આવેલ તાપી નદીમાં રેતી લીઝ પર રેતી ભરવા ગયેલ હતા. તાપી નદીમાં રેતીની લીઝ પરથી રેતી ભરીને સોનગઢ જવા નીકળેલ તે વખતે મૌજે કોટલી ગામથી કાવઠા ગામની વચ્ચે રસ્તા પર આવતા સામેથી મોટર સાઇકલ ઉપર આવતા નિઝરના વેલ્દા ગ્રામ પંચાયતના સભ્ય કલ્પેશભાઈ રમેશભાઈ પાડવી તેમજ તેમની સાથે એક અજાણ્યો ઈસમ દ્વારા રેતી ટ્રકના ચાલક રમેશભાઈને કારણ વગર જ કહેલ. કે, તું મારી ઉપર ગાડી કેમ લાવે છે. તેમ કહી બોલાચાલી કરવા લાગતા ટ્રક ચાલકે પોતાના કબ્જાનું ટ્રક સ્થળ ઉપર જ સાઈડમાં ઉભી કરી પંચાયત સભ્ય કલ્પેશ પાડવીએ ગાળો આપી છાતીના ભાગે તથા ગાળાના ભાગે માર મારેલ તેમની સાથેનો બીજો ઈસમ પણ ગાળો આપી માર મારી ટ્રક ચાલકને કહેલ કે આજે તું બચી ગયેલ છે. પરંતુ ફરીથી રેતી ભરવા આવશે. તો તને જાનથી મારી નાખીશું. જે અંગે ટ્રકના ચાલક રમેશભાઈ ગામીત દ્વારા કલ્પેશ પાડવી અને એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ નિઝર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button