તાપી

હીરાવાડી પાસે વૃદ્ધાને ટક્કર મારી કાર વૃક્ષ સાથે અથડાઇ, 4નાં મોત

સોનગઢના આહવા હાઇવે પર હીરાવાડી ગામમાં બુધવારે બપોરના સમયે હું મારા ઈટના ભઠ્ઠા પર જ ઉભો હતો. આ સમયે મારી માતા અને મામી રસ્તા પરથી આવતા હતા. આજ સમયે ઇનોવા કાર પુર ઝડપમાં આવીને માતા અને મામીને અડફેટમાં લેતા ચાલકે કારનો કાબૂ ગુમાવીને ઝાડ સાથે ધડાકાભેર અથડાવતા જ મારા હોશ ઊડી ગયા હતા, મારી માતાનું સ્થળ પર જ મોત જોઈ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવી સ્થિતિ થઈ હતી. અકસ્માત સમયે ઇનોવા કારની સ્પીડ અંદાજે 110 કિલોમિટર પ્રતિ કલાકની આસપાસ હતી. આ શબ્દ નજરે જોનાર હીરાવાડી ગામના સરપંચ ભગુભાઈ ગામીતના છે.

સોનગઢ સોનગઢ આહવા હાઇવે પર બુધવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં પૂર ઝડપે દોડતી એક ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પર થી કાબુ ગુમાવતાં રસ્તા પર થઇ પગ પાળા પસાર થઈ રહેલાં એક વૃદ્ધાને ટક્કર મારી દીધી હતી અને એ પછી આ કાર રોડ સાઈડ પર એક વૃક્ષ સાથે અથડાઈ હતી. આ બનાવમાં ગંભીર ઇજા પામેલા વૃદ્ધાનું અને કાર ચાલકના પત્ની તથા બે વર્ષીય બાળકીનું સ્થળ પર જ જ્યારે સારવાર દરમિયાન કારચાલકનું પણ મોત થયું હતું. આ અકસ્માતના બનાવ અંગે મળેલી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ભટની દેવસીટ દેવરિયા ગામ જી.ગોરખપુર વતની રવિ ભાઈ ભૂષણભાઈ મિશ્રા (52) તેમના વાપી ખાતે રહેતાં એક સગાની ઇનોવા કાર નંબર DN-09-F-1695 માં પત્ની સંગીતા રવિભાઈ મિશ્રા (35) અને દીકરી સંગવી રવિ મિશ્રા (02) તથા પથરુ કમલભાઈ નિષાદ,મારુતિ નંદન તિવારીને બેસાડી મહારાષ્ટ્ર રાજ્ય ની તરફ પ્રવાસે ગયાં હતા. તેઓ પ્રવાસ પૂર્ણ કરી બુધવારે પરત વાપી થઈ ઉત્તરપ્રદેશ તરફ જવા નીકળ્યાં હતાં. આ ઇનોવા કાર આહવા સોનગઢ હાઇવે પર આવેલાં હીરાવાડી ગામની સીમમાં થઈ પૂર ઝડપે પસાર થતી હતી ત્યારે ચાલક રવિભાઈ મિશ્રાએ ઇનોવાના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં રોડ પર થઈ પગપાળા પસાર થઈ રહેલાં હીરાવાડી ગામ ના જ બે વૃદ્ધા ને ટક્કર મારી દીધી હતી અને બાદ માં આ કાર રોડ સાઈડ પર આવેલાં એક વૃક્ષ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. આ અકસ્માતના બનાવમાં કારની ટક્કરના કારણે હીરાવાડી ગામના સુરકી બહેન સરાધિયાભાઈ ગામીત (60) નું તથા કાર ચાલક રવિભાઈ મિશ્રાના પત્ની સંગીતાબહેન મિશ્રા તથા તેમની બે વર્ષીય બાળાનું સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જ્યારે કારની અડફેટમાં આવી ગયેલાં કિલુબહેન રમેશભાઈ ગામીત રહે. હીરાવાડી તથા કારમાં સવાર પથરુભાઈ કમલ નિશાદ, મારુતિનંદન તિવારી અને કાર ચાલક રવિ ભાઈ ભૂષણ મિશ્રાને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પાછળથી કારના ચાલક રવિભાઈ મિશ્રાનું પણ સારવાર દરમિયાન મોત હતું જ્યારે પથરુભાઈ નિષાદ અને કિલુંબહેન ગામીતને હાલ સારવાર …અનુસંધાન પાના નં. 3 રવિભાઈ મિશ્રા પરિવાર સાથે મહારાષ્ટ્ર તરફ ફરવા ગયા હતા. અને પ્રવાસની મજા માણી ઉત્સાહભેર પરત ફરી રહ્યા હતા પૂરઝડપે દોડતી આ ઇનોવા કારના અકસ્માતમાં ક્ષણ ભરમાં પરિવારના ત્રણે સભ્યના મોતથી ઘરનો માળો વિખરાઈ ગયો છે. ભગુભાઈ ગામીત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button