માંડવી

ચારો લેવા માટે ગયેલી ગામતળાવ બુજરંગ ગામની મહિલા ગુમ થઇ

માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગના નહેર ફળિયું ખાતે રહેતી 45 વર્ષી પરિણીતા ઘાસચારો કાપવા જાઉંછુ કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં ગૂમ થનારની દીકરીએ પોલીસમાં ફરિયાદ આપી છે. માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ ગામે આવેલ નહેર ફળિયામાં રહેતા ભગુભાઈ બુધિયાભાઈ વસાવાનાઓની પત્ની રમીલાબેન ભગુભાઇ વસાવા (45)નાઓ 26મી માર્ચના સાંજે ચાર વાગ્યાના અરસામાં ઘરેથી ચારો કાપવા માટે જાઉં છું કહી નીકળી હતી. કહી નીકળ્યા બાદ તેઓ પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ગુમ થનાર મહિલા શરીરે મજબૂત બાંધાની રંગે ઘઉવર્ણની જેની ઉચાઇ આશરે 5.4 ફૂટ છે. જેણે શરીરે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button