તાપી

ડુંગરડા ગામની મહિલાએ ઝેર ગટગટાવતા મોત

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ડુંગરડા ગામ નીરપલી ફળીયામાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું હતું જેને પગલે ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના મળતી માહિતી મુજબમીનાબેન રાજેશભાઈ મોહનભાઈ ભીલ વિધવા ઉ. વ. 32 રહે. ડુંગરડા ગામ નીરપલી ફળીયુ તા. ડોલવણ જી.તાપીએ 11.9.2023ના રોજ સાંજે ઘર પાસે કોઈ અગમ્ય કારણસર કોઈ ઝેરી દવા પી લીધી હતી અને તાત્કાલિક સારવાર અર્થે વઘઈ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button