ઉમરપાડાગુનો

ઉમરપાડાનાં ચિતલદા ગામની સીમમાં ઇકો-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

ઇકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો, એક મહિલાનું મોત

ઉમરપાડા પોલીસની હદમાં આવેલા ચિતલદા ગામે ઇકો અને ટ્રેક્ટરનાં અકસ્માતમાં ઇકો કારમાં સવાર મહિલાનું ગંભીર ઇજા સાથે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.


મળતી માહિતી મુજબ, ગીતાબેન વસાવા પુત્રને ઝંખવાવ ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં ઇકો કારમાં બેસીને મુકવા માટે જઇ રહ્યા હતા. જે દરમિયાન ઇકો કારચાલકે પોતાની કાર પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી જઇ સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો. આગળ ચાલી રહેલા ટ્રેક્ટરનાં પાછળનાં ભાગે ધડાકાભેર ઇકો અથડાવી દીધી હતી. જોકે સદર અકસ્માતની ઘટનામાં ઇકોમાં સવાર ગીતાબેનને છાતીનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ કસુરવાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની દિશામાં તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button