તાપી

ડોલારામાં દૂધ લેવા જતા યુવકને વાહન અડફેટે ગંભીર ઇજા

વ્યારા તાલુકાના ડોલારા ગામ ખાતે આવેલ વ્યારાથી ભેંસકાતરી ગામ તરફ જતા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ઈસમને અડફેટમાં લઇ લેતા ગંભીર ઇજાઓ પહોંચાડીને ઘટના સ્થળે પોતાનું કબ્જાનું વાહન લઇ નાશી ગયો હતો. સારવાર માટે સુરત સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ખેરગોન જિલ્લામાં આવેલું દમલપુરા ગામના રહેવાસી માંગીલાલભાઈ અને તેમની પત્ની સેવંતીબેન સાથે વ્યારાના ડોલારા ગામે અનિલભાઈના ઈંટના ભઠ્ઠાઓ પર ગત નવેમ્બર 2023થી મજૂરી કરવા માટે આવ્યા હતા. જે બંને પતિ-પત્ની ઈંટના ભઠ્ઠા પાસે જ પડાવ નાખીને રહેતા હોય. ગત 16 મી, એપ્રિલના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પડાવના સ્થળેથી માંગીલાલ તેમની પત્નીને દુકાનમાં દૂધ લેવા જાઉં છું કહીને નીકળ્યો હતો. તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે વ્યારાથી ભેંસકાતરી ગામ તરફ જતા જાહેર રોડ પર પોતના કબ્જાનું વાહનને પુર ઝડપે અને ગફક્ત ભરી રીતે હંકારી લાવીને માંગીલાલને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજા પામનારને 108 મારફ્તે વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે નવી સિવિલ ખાતે ખાસેડવામાં આવેલ છે. ઇજા પામનારની પત્ની સેવંતીબેન દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Back to top button