ગુનોતાપીદક્ષિણ ગુજરાત
વ્યારા ના કેડકુઈ ખાતે બાઈક સ્લીપ થતા યુવકનું મોત
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વ્યારા તાલુકાના કેળકુઇ ગામે ઝાંપા ફળિયામાં સંજીવભાઇ વસાભાઇ ચૌધરીના ખેતરના વળાંક પાસે પસાર થઈ રહેલા વિકેતન રણજીત ચૌધરી ની બાઇક નં.(GJ.15C4505) સ્લિપ થઈ બાજુમાં ઝાડી-ઝાંખરામાં ફેંકાઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિકો વીકેતનભાઇને ખાડામાંથી બહાર કાઢી 108 ને બોલાવી હતી. ડોક્ટરોએ તપાસણી કરતા વિકેતનભાઈને ગંભીર ઈજા થવાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. વિકેતન ડ્રાઇવિંગ કામ કરતા હતા. અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી છે.