માંડવી
કાછિયાબોરીનો યુવક નહેરમાંથી મૃત મળ્યો
માંડવી તાલુકાના કાછિયાબોરી ગામે નિશાળ ફળિયામાં રહેતો 34 વર્ષીય યુવાન છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક રીતે અસ્થિર જેવો થઈ ગયો હતો. જે ઘટનાના દિવસે પણ ઘરે કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયો હતો.
જેઓ રાજપૂતબોરી ગામની સીમમાંથી પસાર થતી કાકરપાર જમણા કાંઠા નહેરમાં કોઈક રીતે પડી જતાં પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. માંડવી પોલીસને જાણ થતાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.