તાપી

નિઝર, કુકરમુંડા તાલુકાના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ માટે એક જ કોમ્પ્યુટર ઓપરેટર

બે મહિનાથી બંને તાલુકાનાં લોકોનાં આધાર કાર્ડની કામગીરી સમયસર થઇ રહી નથી

નિઝર અને કુકરમુંડા તાલુકાનાં સેવા સદનમાં આવેલ જનસેવા કેન્દ્ર ઉપર આધાર કાર્ડની કામગીરી માટે કેટલાક દિવસથી એક જ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ગાડુ ગબડાવામાં આવતું હોવાથી બંને તાલુકામાંથી સેવા સદન ખાતે આધાર કાર્ડની કામગીરી કરવા આવનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બંને તાલુકામાં એક જ ઓપરેટર હોવાથી બંને તાલુકાનાં લોકોનાં આધાર કાર્ડની કામગીરી સમયસર થઇ રહી નથી. ગત દિવસોમાં નિઝરનાં સેવા સદન ખાતે જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી કરનાર કોમ્પ્યુટર ઓપરેટરે સ્વૈચછીક રીતે રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. જે કોમ્પ્યુટર ઓપરેટરે આપેલ રાજીનામુને આશરે બે મહિના જેટલાં સમય પસાર થવા આવ્યો હોય, તેમ છતાં પણ નિઝરનાં સેવા સદન ખાતે આજ સુધી આધાર કાર્ડની કામગીરી માટે નવો કોમ્પ્યુટર ઓપરેટર હજાર થયાં નથી.

જેથી હાલમાં કુકરમુંડા તાલુકાનાં સેવા સદનનાં જનસેવા કેન્દ્ર ઉપર આધાર કાર્ડની કામગીરી થઇ રહી છે. કોમ્પ્યુટર ઓપરેટર નિઝર ખાતે આવેલ સેવા સદનનાં જનસેવા કેન્દ્ર ઉપર અઠવાડિયામાં ત્રણ દિવસ કામગીરી કરવા માટે આવી રહ્યા છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના આવેલ 38 ગ્રામ પંચાયતોમાં સમાવેશ 104 જેટલાં ગામોમાંથી લોકો નવા આધાર કાર્ડ બનાવવા કે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા સહીત આધાર કાર્ડને લગતી અન્ય કામગીરી કરાવવા અંગે બંને તાલુકાનાં મુખ્ય મથક ખાતે આવેલ સેવા સદનમાં જનસેવા કેન્દ્રમાં આવતા હોય છે.

પરંતુ નિઝર તાલુકાનાં સેવા સદનમાં આવેલ જનસેવા કેન્દ્ર પર આધાર કાર્ડની કામગીરી કરનાર કોમ્પ્યુટર ઓપરેટરે રાજીનામુ આપતા કુકરમુંડા તાલુકાનાં સેવા સદન ખાતે આધાર કાર્ડની કામગીરી કરનાર કોમ્પ્યુટર ઓપરેટર જ નિઝરમાં પણ આધાર કાર્ડની કામગીરી કરી રહ્યો છે. આધાર કાર્ડની કામગીરીમાં બંને તાલુકામાં એક કોમ્પ્યુટર ઓપરેટરથી ગાડું ગબડાવાતું હોવાના કારણે બંને તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નિઝરમાં આધાર કાર્ડની કામગીરી કરનાર કોમ્પ્યુટર ઓપરેટરે રાજીનામુ આપતાં કુકરમુંડાના ઓપરેટરથી ગાડું ગબડાવામા આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button