માંડવીસુરત

ગરીબોનું લોહી ચૂસતા વેપારીઓ સામે જનતા રેડ કરવાની ચીમકી

વેચાણમાં ગેરરીતિ અને વન અધિકાર 2006 કાયદાના અમલ મુદ્દે આવેદન આપ્યું

  • આપ’એ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

સુરત જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણમાં ગેરરીતિ અને વન અધિકાર 2006 કાયદાના અમલ મુદ્દે આમ આદમી પાર્ટીએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. ગરીબોનું લોહી ચૂસતા દુકાનદાર વેપારીઓ સામે જનતા રેડ કરવાની ચીમકી પણ અપાઇ હતી.

આમ આદમી પાર્ટી અને ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણમાં વેપારીઓ દ્વારા થતી ગેરરીતિ વન અધિકાર કાયદાનો અમલ અને બીપીએલ કાર્ડ ઇસ્યુ કરવા સહિતના વિવિધ મુદ્દે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ વેપારી આદેશ–1977 તથા 1981 મુજબ અને આવશ્યક ચીજવસ્તુઓનું ભાવપત્રક પ્રદર્શિત કરવા તેમજ ઉઘડતો સ્ટોક અને ગરીબોને BPL રેશનકાર્ડ ઇસ્યુ કરવા મુદ્દે સુરત જિલ્લાના ગામડાઓમાં ખાસ કરીને માંડવી, ઉંમરપાડા, માંગરોળ, મહુવા, ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી જેવા તાલુકામાં અંદરના વિસ્તારોમાં જે બજારો આવેલા છે. આ બજારોમાં ગરીબ લોકો આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો પર કે વેપારીઓ પાસેથી વેચાણથી લેવા જાય છે. ત્યારે આવશ્યક ચીજ વસ્તુઓના વેપારીનું હુકમ–1977થી નિયંત્રિત કરેલું છે. તેમ છતાં MRPથી વધુ ભાવો લેવામાં આવે છે તેમજ કેશ મેમો આપવાની સિસ્ટમ નથી. આમ ગરીબ ગ્રાહકોની સાથે છેતરપિંડી થાય છે.

આ સાથે ટી.એ.પી.એસ. માંડવીની કચેરીમાં ફોરેસ્ટ રાઇટ્સ ઍક્ટ 2006ની જોગવાઈઓ વિરૂદ્ધ જંગલ જમીન ભાજપના મળતિયાઓને ફાળવી આપવામાં આવી છે. તેમની સામે કાયદાકીય પગલાં લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને આ તમામ મુદ્દે હુકમનો અક્ષરસહ અમલ થાય એવી આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી હિત રક્ષક સમિતિ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી નહિ કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગરીબોનું લોહી ચૂસીને નફો કમાતા દુકાનદારો સામે જનતા રેડ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button