ગુજરાતરાજનીતિ

પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા!

સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ સવાલ કરતા જુઓ કેવા ભાગ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી ચૂંટાયેલા ધારાસભ્ય ભુપત ભાયાણી થોડા દિવસ અગાઉ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. આમ આદમી પાર્ટી છોડનારા ધારાસભ્ય ભુપત ભાયાણીનો વિવાદોથી જૂનો નાતો રહ્યો છે. ભુપત ભાયાણી જ્યારે AAPમાં ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેઓ સુરતના કામરેજ વિસ્તારમાંની એક હોટલમાં અજાણી મહિલા સાથે દેખાયા હતા. તેમના સીસીટીવી પર વાયરલ થયા હતા. ત્યારે હવે ભુપત ભાયાણી સુરતમાં વધુ એક વખત આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશભાઈ ભંડેરીના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા.

SMCના વિરોધ પક્ષના નેતાએ સવાલ કરતા ભુપત ભાયાણી ભાગ્યા

સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગરુકતા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધના પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી એમના સમર્થકો સાથે રોડ પર ઉભા રહીને ટ્રાફિક જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા હતા. એ જ દરમિયાન આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમને નજરે પડી ગયા હતા.

પાર્ટી છોડવાનું કારણ પૂછતા ન આપ્યો જવાબ

ધર્મેશભાઈ ભંડેરીએ ભુપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટી છોડવાના પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા હતા. અનેક પ્રશ્નો બાદ ભુપતભાઈ ભાયાણી એ કોઈ પણ ચોક્કસ જવાબ એમને આપ્યો ના હતો. ખાલી એટલું જ કહ્યું હતું કે, પાર્ટી છોડવાના અનેક કારણો છે. વાયરલ વીડિયોમાં ધર્મેશભાઈ ભંડેરી ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમ પણ કહી રહ્યા છે કે, તેમની ટિકિટની ભલામણ ખુદ એમણે પોતે કરી હતી, તો પછી તમે પાર્ટી સાથે આવી ગદ્દારી કેમ કરી છે. આપ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્મેશ ભંડેરીના જવાબ આપવાની જગ્યા ભાગવાનું જ સરળ સમજ્યું હતું. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button