માંડવીરાજનીતિ

માંડવી ખાતે કાર્યરત બી.બી અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં રહેલી અપૂરતી સુવિધાઓ તથા વધારાની ફી પરત કરવા સંદર્ભે આંદોલન

કોલેજ કેમ્પસમાં અસુવિધાઓ તથા વધારાની ફી પણ પરત કરવા માટે વારંવારની રજૂઆતો પછી પણ કોલેજ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી તેથી વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા મળે સ્વચ્છતા જળવાય તથા વધારાને ફી પરત મળે તે માટે આંદોલનનો માર્ગ અપનાવવા ફરજ પડી છે. વિપુલ ચૌધરી,કોલેજ વિદ્યાર્થી તથા એબીવીપી અગ્રણી

અભ્યાસ નથી તેની ફી પણ ઉઘરાવી

કોલેજના આચાર્યને કોલેજના વર્ગખંડ તથા કેમ્પસની સ્વચ્છતા અંગે વારંવાર ની રજૂઆતો કરી હતી તથા કોલેજમાં જે અભ્યાસમાં નથી તેની પણ ફી ઉઘરાવી લીધી હતી તે ફી પરત કરવાની રજૂઆતનાં ૧૫ દિવસની વાત કર્યા પછી પણ કોઈ ઉકેલ આવેલ નથી જેથી અમારે આંદોલન કરવાની ફરજ પડી છે જ્યાં સુધી ફી પરત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. વિનોદ રબારી,એબીવીપી અગ્રણી, કોલેજ વિદ્યાર્થી

કોલેજની અપૂરતી સુવિધાઓ છ દિવસમાં પૂર્ણ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

માંડવી ખાતે કાર્યરત બીબી અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં રહેલી અપૂરતી સુવિધાઓ તથા વધારાની ફી પરત કરવા સંદર્ભે આંદોલન કર્યું હતું.માંડવી એબીવીપી એ રજુ કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી વધારાની રકમ લેવામાં આવી હતી જે પરત કરવા વારંવારની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરત કરવામાં આવતી નથી ઉપરાંત કોલેજમાં રહેલી અસુવિધાઓ પૈકી વોશરૂમનું રીનોવેશન કરવામાં આવે કેમ્પસ તથા ક્લાસરૂમની સાફ-સફાઈ કરવામાં આવે ક્લાસ રૂમમાં પંખા તથા લાઈટની અપૂરતી સુવિધાઓ પૂર્ણ કરવામાં આવે કેમ્પસ કેન્ટીન સહિતની અનેકવિધ માંગો કરવામાં આવી હતી. સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોય તથા કોલેજ દ્વારા લેવામાં આવેલ વધારાની ફી પરત મેળવવાની પણ પ્રબળ માંગ સાથે જણાવ્યું હતું કે દિન છ માં યોગ્ય જવાબ નહીં મળે તો એબીવીપીના નેજા હેઠળ ઉગ્રમાં ઉગ્ર આંદોલનકરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button