ઉમરપાડા

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ

હેડ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાઈ ગયો

ઉમરપાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલ 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પ્રોહિબીશન કેસમાં નામ નહિં ખોલવા લાંચ માંગી હતી. ACBએ છટકુ ગોઠવી દીધું હતું અને ઝડપી લીધો હતો. ACBએ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપી લેતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

ACB સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વધુ એક લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબિશેન ગુનામાં ફરિયાદીનું નામ નહિં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલએ 50,000ની લાંચ માગી હતી. જેને લઇને ફરિયાદી લાંચ આપવા ન માંગતો હતો. જેથી તેઓએ એસીબી સંપર્ક કર્યો હતો. જેને લઇને ACBએ છટકુ ગોઠવી દીધું હતું અને ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જ 50,000 લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. તેઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સુરત જિલ્લામાં ACBએ પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હંડકપ મચી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button