ગુનોમાંડવી

માંડવીના ઉશ્કેર ગામ નજીક ડમ્પર અને સ્કૂલબસ વચ્ચે અકસ્માત

બસચાલક, શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, ડમ્પરચાલક ફરાર

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. ઉશ્કરે ગામ ખાતે આવેલ સરસ્વતી શાળાની બસ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને લઈને શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન ઉશ્કેર ગામ નજીક હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ સામ સામે અથડાયા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

બનેલ અકસ્માતની ઘટનાને લઇને સ્કૂલ બસ ચાલક, એક શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાતે આવેલ શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચાલક હાઇવા ડમ્પર મૂકી ભાગી ગયો

બનેલ અકસ્માતની ઘટનાને લઈને હાઇવા ડમ્પર ચાલક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ મોકલવાની જગ્યાએ સ્થળ પર હાઇવા ડમ્પર મૂકી ભાગી ગયો હતો. બનેલ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઇજાગ્રસ્ત શિક્ષક, બસ ચાલક અને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડયા હતા. હાલ માંડવી પોલીસે અકસ્માતગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button