નર્મદા

ડેડીયાપાડાના પારસી ટેકરા ઝીલ હોસ્પિટલ પાસે બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત

ડેડીયાપાડાના પારસી ટેકરા પાસે ઝીલ હોસ્પિટલ નજીક નાંદોદ તાલુકાના મોટી ભમરીના બે યુવક મિત્રો લગ્નપ્રસંગમાંથી બાઈક ઉપર પોતાના ગામ પરત ફરતા હતા ત્યારે એક આઇસર ટેમ્પોચાલકે બાઈક સાથે ટક્કર મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ અક્સમાતની ઘટનામાં બેમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ કકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

નાંદોદ તાલુકાના મોટી ભમરીના કૌશીકભાઈ ભોગીલાલભાઇ વસાવા તેમજ તેનો મિત્ર પ્રહલાદભાઇ જયંતીભાઇ વસાવા બંને પોતાની મોટર સાઈકલ લઇ બલ મોઝદા ગામેથી તેમના મિત્રોનો લગ્નપ્રસંગ પુરો કરી ઘરે આવતા હતા. તે વખતે ડેડીયાપાડા પારસી ટેકરા પાસે ઝીંલ હોસ્પિટલ પાસે રોડ ઉપર એક અજાણ્યા આઇસર ટેમ્પોના ચાલકે બાઈકસવાર બંનેને એક્સિડન્ટ કરી મરણ જનાર કૌશીક વસાવાના ડાબી આંખ ઉપર તેમજ ડાબી આંખ ઉપર ના ભાગે કપાળમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ ડાબા પગે ગુંઠણના નીચેના ભાગે હાડકુ ભાંગી નાખતા સ્થળ ઉપર જ તેમનું મોત નીપજ્યું હતું. તેમજ તેના મિત્ર પ્રહલાદભાઇ જયંતીભાઇ વસાવાને પણ માંથામાં તેમજ શરીરે ઇજા પહોંચાડી આઇસર ટેમ્પોચાલક પોતાનો ટેમ્પો લઇ નાસી ગયો હતો.

મરણ થનાર યુવકના પિતાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ડેડીયાપાડા પોલીસે અજાણ્યા આઈસર ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Back to top button