નવસારી

3 વર્ષથી દારૂ કેસમાં ફરાર આરોપી ડુંગરડાથી ઝડપાયો

વાંસદા પોલીસે આરોપીને વોચ ગોઠવી પકડી લીધો

વાંસદા પોલીસ મથકના છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપીને વાંસદા પોલીસે વઘઇના ડુંગરડાથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંસદા પોલીસ મથકના સિનિયર પીએસઆઇ જે.વી.ચાવડાને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને પગલે વાંસદા સર્વેલન્સ સ્ટાફ પીએસઆઇ જે.વી.ચાવડા, એએસઆઇ અનિલ પટેલ, પોકો સુનિલ પટેલ, પોકો ભાવેશ પટેલ, પોકો નીતિન પટેલ વોચમાં હતા. એ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી તરુણ મધુભાઈ શુક્કરભાઈ ગાંવિત (ઉ.વ. 25)ને વઘઇન તાલુકાના ડુંગરડાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button