ડાંગ

આહવા ચીંચલી ચેકપોસ્ટ પાસે આહવા પોલીસના વાહન ચેકિંગ દરમિયાન વ્યારામાંથી ચોરાયેલી બાઇક સાથે આરોપી ઝડપાયો

આહવા ચીંચલી ચેકપોસ્ટ પાસે આહવા પોલીસના વાહન ચેકિંગ દરમિયાન વ્યારામાંથી ચોરાયેલી બાઇક સાથે આરોપી ઝડપાયો હતો.

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ડાંગ જિલ્લામાં તેમજ જિલ્લા બહારના તેમજ રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા ડાંગ-આહવા ડીએસપી યશપાલ જગણીયા તથા ડીવાયએસપી એસ.જી. પાટીલના માર્ગદર્શન અને સૂચના મુજબ આહવા પીએસઆઇ એ.એચ.પટેલ તથા સ્ટાફના માણસો ચીંચલી તથા નકટીયાહનવત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચેકપોસ્ટ ટીમના માણસો સાથે હાથ ધરી હતી.

દરમિયાન ચીંચલી તરફથી એક બાઇક ચાલક આવતા તેને બાઇકના દસ્તાવેજી કાગળો, લાયસન્સ વગેરે માંગતા તે ઉડાઉ જવાબ આપ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હરેશભાઇ ભોયે (ઉ.વ. 20, રહે. ડુમર્યા, તા. સુબીર, ડાંગ) જણાવ્યું હતું અને બાઇક એકાદ મહિના પહેલા વ્યારાથી ચોરી કર્યાની કબૂલાત કરતા તેની અટક કરી હતી. પોલીસે તેની પાસેથી મળી આવેલી બાઇક (નં. GJ-26-B-6514) કબ્જે લઇ આહવા પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર ડાંગ જિલ્લામાં ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે ત્યારે ચેકિંગને લઇ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો લાભ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button