નર્મદા

વાલિયા તાલુકાના રામપુરા ગામનો માથાભારે વ્યક્તિ સાગબારાના નાણાં ધિરધાર યુવાનને વારંવાર ધમકાવતા પોલીસે આરોપી વાલિયાથી ઝડપી પાડ્યો

વાલિયા તાલુકાના રામપુરા ગામનો દિપક દિનેશ વસાવા એક માથાભારે વ્યક્તિ હોય જેની સામે બારડોલી, ઉમરપાડા, વાલિયા માંગરોલ પોલીસ સ્ટેશનમાં મારામારી, ધાકધમકી અને નાણાં પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જેમાં તે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો.

તાજેતરમાં સાગબારાના એક નાણા ધિરધારનો ધંધો કરનાર શખ્સને છેલ્લા છ માસથી ધમકીઓ આપી પૈસા માંગતો હતો. ઉપરાંત જો આ વિસ્તારમાં ધાંધો કરવો હોય તો હપ્તો એટલે કે રૂપિયા આપવા પાડશે એમ કહી વેપારી અને તેના મિત્રોનો પીછો કરી રસ્તે રોકી માર મારતાં તેની સામે સાગબારામાં ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે પોલીસની ટીમ દ્વારા આરોપીને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યાં હતાં. દરમિયાનમાં પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દિપક પોલીસને ચકમો આપવા આખો દિવસ ઘરમાંથી બહાર જતો રહે છે અને મોડી રાત્રે ઘરે આવે છે. જેના પગલે ટીમે તેના ઘરે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની સાથે અન્ય બે સાગરિતો પણ હોઇ પોલીસે તેમની વિગતો મેળવી તેમને ઝડપી પાડવા માટેના પણ ચક્રો ગતિમાન કર્યાં છે.

Related Articles

Back to top button