સુરત

સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર વાહનોમાંથી લોખંડના સળિયા ચોરી આતંક મચાવનાર મુખ્ય સૂત્રધાર વિમલ રાજપુરોહિતની પાસા હેઠળ કાર્યવાહી

સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર વાહનોમાંથી લોખંડના સળિયા ચોરી આતંક મચાવનાર મુખ્ય સૂત્રધાર વિમલ રાજપુરોહિતને જિલ્લા LCBએ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી અને વડોદરા જિલ્લાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. જિલ્લા LCBએ કરેલી કાર્યવાહીને લઈને આ પ્રકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર લોખંડના સળીયા ભરી લઈ જતાં વાહનોમાંથી ટ્રકચાલકો સાથે મળી ખૂબ જ કિંમતી માલ વિમલ રાજપુરોહિત નામનો ઇસમ તેના સાગરીતો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ચોરી કરી નેટવર્ક ચલાવતો હતો. આ નેટવર્કનો પર્દાફાશ સુરત જિલ્લા LCBની ટીમે કર્યો હતો અને થોડા મહિના અગાઉ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સળિયા ચોરીના નેટવર્ક નાથવા જિલ્લા LCBની ટીમે ‘ભયજનક વ્યક્તિ’ તરીકે મુખ્ય આરોપી વિમલ રાજપુરોહિત વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જે મંજૂરી મળતા LCBની ટીમે આ આરોપીને ઝડપી લીધો હતો અને ‘પાસા હેઠળ’ અટકાયત કરી વડોદરા જિલ્લાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

Related Articles

Back to top button