નર્મદારાજનીતિ

ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવ્યા

હવે હાઇકોર્ટમાં અપીલ કરશે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે. કેમકે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે.


હવે આગામી દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાઇકોર્ટમાં અપીલ કરશે. બીજી બાજુ છેલ્લા 15 દિવસથી જેલમાં તેમની પત્ની, પી. એ. અને ખેડૂત મિત્રના જામીન પણ રાજપીપળાની ડિસ્ટિક કોર્ટ બાદ હાઇકોર્ટે પણ ફગાવી દીધા છે. એટલે હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવું પડે જેવા સમીકરણો ઊભા થયા છે.

આ બાબતે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, નામદાર ડિસ્ટીક એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી આવતા ઘણી ચર્ચા બાદ નામદાર જજ સાહેબ એન.આર.જોશી એ આગોતરા જામીન ના મંજૂર કર્યા છે. જેમાં ખાસ ધારાસભ્ય એક જવાબદાર વ્યક્તિ હોવા છતાં આવા ગુના કરવા અને ભૂતકાળમાં ગુનાઓ ઘણા છે.

જે પૂર્વ રેકોર્ડ જોતા અને આ કેશમાં ફરીયાદી પાસેથી 60 હજાર લીધાના પૂરવામાં 30 હજાર કબ્જે કર્યા છે અને બીજા 30 હજાર જપ્ત કરવાના બાકી અને ફાયરિંગ કરેલું વેપન હજુ મળ્યું નથી. આ બધી બાબતોને જોતા અને દલીલોને ધ્યાનમાં રાખી આ જામીન અરજી નામંજૂર કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button