નર્મદા
સાગબારા તાલુકામાં આરોગ્ય સેવામાં ઉમેરો: એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/sagbara-1.webp)
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના રસ્મિકા વસાવાએ આજરોજ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને સાગબારા તાલુકાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકા જોગવાઈ (TASP) હેઠળ વર્ષ 2022-23માં પાટલામહું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ વાહન પૂરું પાડવા માટે રૂ.15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે બાદ હવે સાગબારા તાલુકાના 25 હજાર જેટલા લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે.