ગુનોતાપીરાજનીતિ

વાલોડ તાલુકાના બુહારી ગ્રામ પંચાયતના સભ્ય પર હુમલો

જોત જોતામાં લોકટોળુ એકત્ર થઇ ગયુ અને હુમલો કરનારને મેથીપાક મળ્યો

  • RTI દ્વારા  રેકોર્ડ જોવા માંગતા મારામારી થઇ હતી

વાલોડ તાલુકાના બુહારી ગ્રામ પંચાયતના સભ્ય પર એક યુવાને સવારે લાકડીના સપાટાથી ઘાતક હુમલો કર્યો હતો આ બાબતની જાણ થતા જ પ્રતિષ્ઠિત વ્યક્તિના કુટુંબના સભ્યો દ્વારા હુમલો કરનાર યુવકને પણ મેથીપાક આપવામાં આવ્યો.

વાલોડ તાલુકાના બુહારી ગ્રામ પંચાયતના સભ્ય અને  માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ તથા  ગામની  આગેવાન કરતાં સત્યજીત બલ્લુભાઈ દેસાઈ બુહારી બજારમાં રોજિંદા ક્રમ મુજબ તેઓ તેમના મિત્રો સાથે બેઠા હતા, તે દરમિયાન વિનેશ જયંતીભાઈ ભંડારી હાથમાં લાકડી લઈ આવી ગાળા ગાળી કરી અચાનક લાકડીનો સપાટો માથામાં મારવા જતા સત્યજીતભાઈએ માથું હટાવી લેતા છાતીના ભાગે તથા બીજા લાકડીના સપાટા ડાબા હાથના કોણીના ભાગે તથા બાવડાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અગાઉની કોઈ લડાઈ બાબતે વેર રાખી સત્યજીત દેસાઈને માથાના તથા શરીરના ભાગે લાકડા વડે હુમલો થતાં સત્યજીતભાઈને સાથે બેસેલા મિત્રોએ વધુ મારથી બચાવ કર્યો હતો, અચાનક થયેલ હુમલાની વાત વાયુવેગે બુહારી ગામમાં ફેલાતા લોક ટોળું તથા પરિવારજનો બજારમાં ભેગા થઈ ગયા હતા, જ્યાં હુમલો કરનાર યુવક વિનેશ ભંડારીને પકડીને માર મારવામાં આવ્યો હોવાનું બનાવ બન્યો છે, ઘટનાને પગલે હાલ બુહારીમાં વાતાવરણ ગરમાયુ છે,

વિનેશ ભંડારી 17 ફેબ્રુઆરીના રોજ આરટીઆઈ કરી હોવાથી ગ્રામ પંચાયતે ગયો હતો અને ત્યાં રેકોર્ડ જોવા જતા મારામારીની ઘટના બની હતી જેમાં વિનસ લોહી લુહાણ થયો હતો અને તે બાબતે પણ ઘટનામાં સત્યજીતભાઈ દેસાઈ તથા તેમના સમર્થકો સાથે ઝઘડો થયો હતો આ ઘટનાનું વેરને પગલે જ હાલનો પણ હુમલો થયો હોવાનું માની શકાય તેમ છે, વિનેશ ભંડારીએ પણ આ બાબતે પોલીસમાં ફરિયાદ અરજ કરી છે અને ટોળાએ માર્યા હોવાનું પોતાની ફરિયાદમાં જણાવ્યું છે, લખાઈ રહ્યું છે ત્યાં સુધી લાકડાથી હુમલો કરનાર વિનેશ ભંડારી ઉપર એફઆઇઆર નોંધાય છે, જ્યારે વિનેશ ભંડારીને ટોળાએ માર માર્યો હોવાની ફરિયાદ અરજ લેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button