નવસારી

દરિયા કિનારે હરવા-ફરવા જતાં પહેલા ચેતજો! 7 માંથી ત્રણના જીવ બચ્યા 4 લોકોની જળસમાધિ

ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. .. જેમાંથી પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોના જીવ બચાવી લીધા હતા.. જ્યારે 4 લોકો ડૂબી ગયા હતાં

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવાની મજા માણવા આવેલા એક પરિવારના 4 લોકોને દરિયો ભરખી ગયો.. અચાનક દરિયામાં ભરતીના પાણી આવી જતા આ ઘટના બની.. પરંતુ આ કમકમાટી ભરી ઘટના પછી હવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે કે, જો તંત્ર દ્વારા પુરતી સુરક્ષા વ્યવસ્થા હોત તો લોકોના જીવ બચાવી શકાયા હોત.

7 લોકો તણાયા હતા, 3ને બચાવી લેવાયા

રવિવારના દિવસે નવસારીના નવાતળાવ ગામમાં રહેતો રાજસ્થાની પરિવાર દાંડીના દરિયા કિનારે ફરવા માટે ગયો. પરંતુ ફરવાની મજા મોતના માતમમાં પરિવર્તિત થઇ ગઇ. કારણ કે, ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેમાંથી પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોના જીવ બચાવી લીધા હતા. જ્યારે 4 લોકો ડૂબી ગયા હતાં. આખી રાત શોધખોળ કર્યા બાદ ફાયર બ્રિગેડને ચારેયના મૃતદેહ હાથ લાગ્યા હતા. જેમાં માતા, બે પુત્રો અને પુત્રીનો સમાવેશ થાય છે. એક સાથે 4 લોકોના મોત થતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

દાંડી મેમોરિયલ અને દાંડી બીચ પ્રવાસીઓનું આકર્ષણ

મહત્વનું છે કે, દાંડી મેમોરિયલ અને દાંડી બીચના કારણે અહીં હજારો પ્રવાસીઓ રજાઓના દિવસોમાં પરિવાર સાથે ફરવા આવે છે. પરંતુ બીચ પર પ્રવાસીઓની સુરક્ષા માટે માત્ર હોમગાર્ડના બે જવાનો જ હોય છે. એટલે કે, લોકોની સુરક્ષા માટે અહીં કોઈ પુરતી વ્યવસ્થા નથી. અને આજ કારણે 2017માં પણ બે યુવાનોએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યા હતા.

મહત્વનું છે કે, સરકાર દ્વારા ટુરિઝમને વેગ મળે તે માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે.. બીચ-બગીચાઓ ડેવલપ કરવામાં આવે છે. પરંતુ સુરક્ષાની વાત આવે ત્યારે કાંઈ નથી થતું. અને આજે આજ કારણે 4 લોકોના જીવ ગયા છે. જો લાઈફ ગાર્ડ જેવી સુરક્ષા બીચ પર હોત તો આવી ઘટના ન બની હોત તેવામાં હવે જોવાનું એ રહેશે કે, આ ઘટના પછી ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે.

Related Articles

Back to top button