વિશ્વ

જાપાનમાં ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો

તોફાની મોજા વચ્ચે લોકોએ બચાવ્યા જીવ

જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ભૂકંપ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

સોમવારે (જાન્યુઆરી 1) ના રોજ જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપ બાદ સુનામીના મોજા ઉછળી રહ્યા છે. મધ્ય જાપાનના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સાંજે 4:10 વાગ્યે ઇશિકાવા પ્રીફેક્ચરના નોટો વિસ્તારમાં આવ્યો હતો.

ખતરાને જોતા ઈશિકાવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને તાત્કાલિક વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ લોકોને ઉચ્ચ સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું કે, ખતરો હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક અને સાવધ રહેવાની જરૂર છે.

સુનામીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

દરમિયાન, સુનામીના પ્રથમ મોજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ભયાનક છે. આ સાથે જ જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે, GujaratTak સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી શક્યું નથી.

ભૂકંપનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભૂકંપના કારણે સ્ટોરની છાજલીઓમાં રાખેલો સામાન પડવા લાગે છે. વીડિયોમાં ભૂકંપથી ડરી ગયેલા લોકો છુપાઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્રણ કલાકમાં 30 આંચકા

અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ કલાકમાં મધ્ય જાપાનમાં 30 થી વધુ ભૂકંપ અનુભવાયા છે. જેની તીવ્રતા 3.6 થી 7.5 સુધીની છે. આ સાથે ઈશિકાવા, નિગાતા, નાગાનો અને તોયામા પ્રાંતને જોખમી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે.

બીજી તરફ ભૂકંપ અને સુનામીના ખતરાને જોતા જાપાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.જાપાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સાઇટ પર આ માહિતી આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button