ગુનોસુરત

સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાની ધરપકડ

સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલના નાહતા ફોટા મોર્ફ કરનાર ઝડપાયો

  • 15 મહિના વીત્યા બાદ આરોપી પાંજરે પુરાયો

સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલના નાહતા ફોટાઓ મોર્ફ કરીને વાઇરલ કરનાર સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસીયાની જિલ્લા એલ.સી.બીએ ગુનાના કામે ધરપકડ કરી છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રીમાંડની માંગણી કરાશે.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના તત્કાલીન પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં અન્ય મહિલા સાથે નાહતા હોય એવા મોર્ફ કરેલા અશોભનીય ફોટા સોશીયલ મીડિયામાં વાઇરલ થયા હતા. વાઇરલ ફોટાઓને લઈ તત્કાલીન સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસનો ધમધમતા શરૂ કરતાં પોલીસ તપાસમાં સંદીપ રામઅવતાર લોઢી, હિરેન ગુણવંત દેસાઈ તેમજ પ્રણવ અરુણ વાસીયાના નામ ખુલતા પોલીસે ત્રરેય ઈસમોની સઘન પૂછપરછ કરતા તપાસમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસીયાનું નામ ખુલ્યું હતું. પોલીસે હિતેન્દ્રસિંહ વાસીયા વિરુદ્ધ ગુનો નોંધી હિતેન્દ્રસિંહ વાસીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

15 મહિના વીત્યા બાદ આરોપી પાંજરે પુરાયો
15 મહિના વીત્યા બાદ આજરોજ સુરત જિલ્લા એલ.સી.બી.એ હિતેન્દ્રસિંહ વાસીયાની ધરપકડ કરી છે. આવતીકાલે પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ વાસીયાને કોર્ટમાં રજૂ કરી સમગ્ર સડયંત્ર પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તેમજ આરોપીએ અગાઉ કોઈ ગુના કર્યા છે કે કેમ તે બાબતે જિલ્લા પોલીસ રીમાડ માંગશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button